Tuesday 23 July 2013

નાઈટ પાર્ટીઓમાં સુંદરી બનીને ફરતા સોહામણા યુવકો.....


Posted In Gujarat Samachar Date 20/10/2012

નાઈટ પાર્ટીઓમાં સુંદરી બનીને ફરતા સોહામણા યુવકો
 
 
પફૂટ ૧૦ ઈંચની ઊંચાઈ ખભ્ભા પર ઝુલતા પર્મ કરેલા વાંકડીયા વાળ, નાજુક-લીસી ચામડી સાથે સૌંદર્ય સામ્રાજ્ઞાી જેવું બોડિફિગર, ડ્રેસ ડિઝાઈનર પાસે તૈયાર કરાવેલ ડ્રેસ, આંખોમાં મસકરાને દૂરથી જ નજર ખેંચાય તેવી લિપસ્ટિક લગાવીને બે-ત્રણ સુંદરીઓ મુંબઈ કે દિલ્હીની નાઈટ પાર્ટીઓમાં એન્ટ્રી મારે છે તે સાથે જ યુવાનો તો ઠીક આધેડ વયના પરણીત પુરુષો પણ આ સુંદરીઓની આગળ પાછળ ફરવા માંડે છે. ઘણા યુવાનો જોડે આ સુંદરીઓનું ગુ્રપ સામે ચાલીને 'હાય હેલોે'ના અભિવાદન સાથે બીયરનો ગ્લાસ પકડી પાર્ટીમાં જોડાય છે તે સાથે જ યુવાનો હોેશ ગુમાવી રંગીનરાતોના સપનાઓમાં ખોવાઈ જાય છે. જામતી જતી પાર્ટીઓમાં યુવાનો સુંદરીઓની નજરમાં રહેવા સંતાકુકડી રમતા હોય છે. ત્યાં જ પેલી સુંદરીઓ તેમના ગુ્રપમાં જોરશોરથી વાતો કરવા માંડે છે. તે સાંભળી યુવાનોના કાન ચમકે છે. હજુ કંઈ વિચારે તે પહેલાં જ સુંદરીઓને પાર્ટીયોજનાર યજમાન જોરથી બોલાવે છે 'વેલકમ સંદીપ, હેલો ઋત્વીક હાઉ આર યુ રંજીત....'
ફેશન શોની સ્પર્ધક જેવી લાગતી પેલી બ્યૂટીફૂલ છોકરીઓ હાથમાં પર્સ ઉછાળી, ઊંચી એડીના સેન્ડલ પહેરી લચકાતી ચાલે આગળ વધીને યજમાન જોડે જોરથી વાતો કરવા માંડે છે ત્યારે આ છોકરીઓ પાછળ લટ્ટુ બની ગયેલા યુવાનો રીતસરના સમસમી જાય છે કે પેલી સુંદરીઓ પુરુષોના અવાજમાં વાત કરતી હોય છે?
રૃપલલના જેમ તૈયાર થયેલ અને મોહક લાગતી આ સુંદરીઓ છોકરી નહીં પણ છોકરાઓ હોય છે. મુંબઈ, દિલ્હીમાં હવે તો પાર્ટીમાં જતી યુવાપેઢી સાવધ થઈ ગઈ છે. તેથી ગમે તેવી છોકરીઓ જોડે જોયા જાણ્યા વગર સંબંધ આગળ નથી ધપાવતા કેમ કે આજકાલ ભલે ઓછી માત્રામાં પણ મક્કમ વધતી ગતિએ ઘણા યુવાનોને મેટ્રો શહેરોમાં એક વિચિત્ર અને સભ્ય સમાજને વિકૃતિ લાગે તેવો શોખ જાગ્યો છે અને તે એકે પાર્ટીઓમાં ડિસ્કોથેક કે પબમાં અલ્ટ્રામોડર્ન છોકરીઓનો સ્વાંગ સજીને જવું? આ છોકરાઓ નખશીખ એવી રીતે તૈયાર થાય છે કે પાર્ટીઓમાં છોકરીઓ પણ તેઓને છોકરી જ સમજી તેના રૃપ, ફીગરને ડ્રેસિંગની અદેખાઈ કરવા માંડે છે.
એક વર્ષ પહેલાં પ્રત્યેક નાઈટ પાર્ટીમાં ચાર-પાંચ આવા સુંદરીનો ગેટઅપ કરીને આવતા પુરુષો જોવા મળતા હતા પણ હવે આંક પાર્ટીદીઠ વીસ-પચ્ચીસનો થઈ ગયો છે. એટલું જ નહીં આવો શોેખ ધરાવતા પુરુષોની એક ક્લબ બની છે. પુરુષો સ્ત્રી જેમ તૈયાર થાય એને અંગ્રેજીમાં 'ડ્રેગ' કહેવાય છે.
ચોંકાવનારી વાત તો એ છે કે ફાઈવસ્ટાર હોેટેલોમાં જેમ મોડેલ ગર્લ રેમ્પ શોમાં રજૂ થાય છે તેવી જ રીતે આવા 'ડે્રગ મોડેલ'ની પણ ફેશન શોમાં આઈટમ હોય છે, હજુ થોડાં મહિનાઓમાં પહેલા જ યોેજાયેલ 'ગ્લેડરેગ'ના ફેશન શોમાં ત્રીસેક છોકરાઓ એવી રીતે તૈયાર થયા, ને એવા લાગતા હતા કે મિસ ઈન્ડિયાની સૌંદર્ય સ્પર્ધામાં પણ તેમાંના કેટલાક ક્વોલીફાય થઈ જાય?
આવા 'ડ્રેગ મેન' કંઈ છેલબટાઉ કે લુખ્ખા જેવા છોકરાઓ નથી હોતા. તેમાંના ઘણા તો પુરુષ મોડેલ છે જેઓ ઘણી જાહેરાતોમાં આવી ચૂક્યા છે. એમબીએ, માર્કેટિંગ, એડવર્ટાઈઝીંગ કે ડ્રેસ ડિઝાઈનિંગ જેવો તેઓનો વ્યવસાય છે. મર્દ તરીકે તેઓની આગળ-પાછળ વાસ્તવિક જીવનમાં ટોચની મોડેલ ગર્લ્સ પણ ફરતી હોય છે.
ઋત્વિક નામના આવા એક ડ્રગ મોડેલ ટીવી પરની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના ગુ્રપમાં બધા એકના એક શૂટીંગ-શર્ટિગ પહેરીને કંટાળી ગયા છે. કોઈ ખાસ હેતુ સાથે બનીઠનીને નીકળવાનું તેઓને ગમે છે. પુરુષને તેના શરીરને શણગારવા કે વધુ બ્યુટીફૂલ બનવાની મર્યાદિત તક છે. તેથી છોકરી બની કલાકો તૈયાર થવામાં કાઢવાનું અમે પસંદ કર્યું છે.
આવા એક અન્ય ડ્રેગ મોડેલ સાંદીપે કહ્યું અમારા માટે સૌથી મોટી સમસ્યા એ છે કે પાર્ટી ફંક્શનમાં પહેલા છોકરીની જેમ તૈયાર ક્યાં થવું? કેમ કે ઘરના સભ્યોને તો અમે આ રીતે તૈયાર થવાનો શોેખ ધરાવીએ છીએ તેથી તેની ખબર જ નથી હોતી આથી અમે એકલા રહેતા કોઈ ફ્રેન્ડને ઘેર જઈએ છીએ અને ત્યાંથી સીધા છોકરીનો વેશ કરી પાર્ટીમાં હાજરી આપીએ છીએ. તેઓ માત્ર છોકરી જેવા કપડાને ચીથરા જેવી વીગ પહેરી, હોઠ પર લિપસ્ટિક લગાડીને છોકરી બની નથી જતા પણ જબરદસ્ત મેકઅપ અને ડ્રેસસેન્સ ધરાવે છે.
હાથ અને પગની રૃંવાટી તેઓ વેક્સ કરીને કાઢી લે છે. ખાસ લોશન વાપરી પગની ચામડી ગોરી લીસી અને સુંવાળી બનાવે છે. ઘણા ડ્રેગ મોડેલો તો આ ઉપરાંત પીઠ, છાતી અને કમરપરના વાળ પણ કઢાવી લે છે કેમ કે તેઓ કમર, પેટ દેખાય તેવા કપડાં પણ પસંદગ કરે છે. મો પર બ્લીચીંગ, તેમજ ફેશિયલ કરી સફાચટ નમણો ચહેરો બનાવી લે છે. આઈબ્રોનું ખાસ થ્રેડિંગ કરાવે છે. કપડા અને પાર્ટીને અનુરૃપ લીપસ્ટિક લગાવે છે. જીભ લાલ રહે તે માટે ખાસપ્રકારની પીપરમેન્ટ જેવી ગોળી મોમાં રાખે છે. કમરપાતળી રહે તે માટે તેઓ સજાગતા સાથે કસરત કરતા જ હોય છે. યુવાન સ્ત્રી જેવી બ્રેસ્ટ કરવા તેઓ ખાસ બનાવટી બ્રા પહેરે છે જે આજકાલની ઘણી હિરોઈનો કે મોડેલ ગર્લ્સ પણ વાપરે છે.
ઘણા આવા ડ્રેગ પુરુષો આ રીતે તૈયાર થવામાં એક્સપોર્ટ હોય છે. પણ હવે વધુ ડ્રેગ મોડેલો ઉમેરાયા હોઈ વધુ બ્યુટીફૂલ લાગવાની તેઓ વચ્ચે ચડસાચડસી જામતી જાય છે. તેથી પ્રોફેશનલ બ્યુટીપાર્લરો પાસે તૈયાર થવા તેઓ જાય છે અને છોકરીને લાવણ્યમયી લગાડવા જે અદ્યતન બ્યુટી ટ્રીટમેન્ટ અપાતી જાય છે. તે તમામ તેઓ મેળવે છે. અને આ માટે ખાસ્સો ખર્ચ કરે છે. જેમ વધુ સૌંદર્યવાન લાગતી કે સારો ડ્રેસ પહેરનાર છોકરી અન્ય તેના ગુ્રપની અદેખાઈનું કારણ બને છે. તેમ ડ્રેગ પુરુષોેમાં પણ કોઈ મિસ ઈન્ડિયા જેમ તૈયાર થઈ જાય આકર્ષણનું કેન્દ્ર બને તો અન્ય આવા પુરુષોમાં પણ તેની ઈર્ષા આવે છે.
યુનાઈટેડ સ્ટેટ્સમાં છોૅકરાઓને છોેકરીની જેમ તૈયાર કરવા માટેના નિષ્ણાતોની ત્યાં સંસ્થાઓ ચાલે છે. આવી જ એક ઈન્સિટ્ટયૂટમાંથી મુંબઈનો જય ભંડારકર નામનો ડ્રેસ ડિઝાઈનર તાલીમ લઈ હવે ભારત આવ્યો છે. મુંબઈમાં તે જાણીતો ડ્રેસ ડિઝાઈનર તો છે જ પણ પણ ડ્રેગ ડિઝાઈનીંગમાં તેનું સ્પેશ્યાલાઈઝેશન છે. તેને હજુ ડ્રેગ માટેના જોઈએ તેટલા ગ્રાહકો નથી મળતા પણ ત્રીસેક જેટલા તો નિયમિત પુરુષ ક્લાયન્ટો છે.
જયને ખાતરી છે કે બીજા પાંચ વર્ષમાં ડ્રેગ મોડેલોની ફેશન ભારતના જાણીતા ત્રીસેક શહેરોમાં કોેમન બનતી જશે તે મુંબઈમાં ડ્રેગ મોડેલીંગ અંગેના લેક્ચર્સ યોજે છે તેને હવે નોેંધપાત્ર પ્રતિસાદ મળતો જાય છે. અન્ય એક ડ્રેસ ડિઝાઈનર જેમ્સ પણ મુબંઈ, દિલ્હીમાં ડ્રેગના શોેખીન છોકરાઓને આમંત્રણ આપીને કઈ રીતે ગ્લેમર વર્લ્ડ જેમ તૈયાર થવું તેનું ડેમોસ્ટ્રેશન કરે છે.
મોડેલોનો સ્ટેજ શોે થતો હોય ત્યારે તેઓનેે પ્રેક્ષકો સમક્ષ નૃત્ય કરતા કે કેટવૉક કરીને આવવાનું હોય છે. તેઓને આ અંગેનું નિર્દેશન આપતી જાણીતી કોરિયોગ્રાફર સંગીતા ચોપરાએ હવે ડ્રેગ મોડેલોના સ્ટેજ શોમાં આઈટમ રખાતી હોઈ હવે તે પણ આ માટેની વિશિષ્ટ કોરિયોગ્રાફી શીખવવાનું શરૃ કર્યું છે.
દિલ્હી સ્થિત શ્રેષ્ઠ હેર ડ્રેસરનો પુરુષોને છોકરીની જેમ જ તૈયાર થઈને ફરવાને રવાડે ચઢાવવામાં પાયાનો ફાળો છે.
ટીવી પર ઘણા દર્શકોએ સીલ્વીને જોઈને ખાપ ખાધી હશે કે તે પુરુષ છે કે મહિલા.
આધુનિક છોકરાઓને બહોળો વર્ગ ધરાવે છે. એક શેમ્પૂની ટીવી જાહેરાતમાં પણ હવે તો ડ્રેગ મોડેલ તરીકે રજૂ થાય છે.
હવે એક પોપ વીડીયો આલ્બમનું પણ શૂટિંગ થયું છે જેમાં છોકરીની જેમ તૈયાર થઈ મોડેલ ગર્લ જેવા જ લાગતા ડ્રેગ પુરુષો છે.
શ્રીલંકાના જાણીતા ડ્રેસ ડિઝાઈનરએ થોેડા મહિના પહેલાં મુંબઈમાં એક ડ્રેગ શોેનું સફળતાપૂર્વક આયોેજન કર્યું હતું.
ન્યુયોર્કમાં વીગસ્ટોકના પ્રખ્યાત ફેશન ફેસ્ટીવલમાં તો શ્રેષ્ઠ અને સેક્સી જેમ તૈયાર થયેલા ડ્રેગ મોેડેલોની બ્યૂટી સ્પર્ધા પણ યોજાય છે ને ડ્રેગ ક્વીનનું ટાઈટલ જીતવા જબરી રસાકસી જામે છે. હવે મુંબઈમાં પણ કોઈ ફેશન સામયિક ડ્ે ક્વીનની હરિફાઈ યોજે તેવી હવા જામતી જાય છે.
રીયાદ વાડીયા નામનો શોેર્ટ ફિલ્મ નિર્માતા ' ડ્રેગ' છે તે તેના બચાવમાં કહે છે કે જેમ છોકરીને સ્નાયુબધ્ધ, શરીર, બોયકટ કે પુરુષ કરતા તો વધુને વધુ હાઈટ બતાવવી ગમે છે. તેમ પુરુષોમાં છોકરીની ખાસીયતો મેળવવાની તલબ જાગી છે.
ઘણા પુરુષો સદીઓથી નખ રંગવાના, મહેંદી મૂકવાના કાનમાં એરીંગ લગાવવાના શોખીન રહ્યા છે. છોકરીની જેમ ખભા સુધી વાળ વધારવા, ચોટલી રાખવી, ચમકતા કપડા પહેરવા તે એક પ્રકારની ડ્રેગ સાયકોલોજી છે.
એક જમાનામાં મુછાળા હોય તે જ મર્દ કહેવાતા હતા. ટેલ્કમ પાવડર લગાવે તે પુરુષોની મજાક થતી આજે બ્યુટી પાર્લરમાં છોકરીઓ જે બ્યૂટી ટ્રીટમેન્ટ હોય છે તે તમામ પુરુષો મેળવે છે. મુછો સફાચટ કરાવી ચહેરાને લપસણો ને ચીકનો
બનાવાય છે.
ચીકનાને ગર્લીસ ચહેરાને બાંધો ધરાવતા હીરાઓનો પણ એક યુગ હતો છાતી પર વાળ કે હાથ-પગની રૃંવાટીનું ક્લીન શેવ કરવાનું પણ મોડેલો કે ફિલ્મી હીરાઓમાં વધતું જાય છે. આ બધા વધતા ઓછા અંશ્ ડ્રેગના લક્ષણો જ છે.
પુરુષો મહિલાનો અવાજ કાઢીને ગીતો ગાય છે. તે ડ્રેગનો જ એક પ્રકાર છે. મનોવિજ્ઞાાનીઓ કહે છે કે આમ તો પ્રત્યેક માનવીમાં સ્ત્રી અને પુરુષ બંનેની જીનેટીક મિશ્રતા હોય જ છે. માનસિક વિચારસરણી કે શારીરિક લાક્ષણિકતામાં કેટલાક પુરુષોમાં સ્ત્રી વ્યક્તિત્વ (સ્ત્રૈણ) હાવી હોય છે તો કેટલીક સ્ત્રીઓ ભાયડાછાપ નથી હોતી?
જેમ સજાતીય સેક્સ સંબંધ બાંધનારાઓ જીનેટિક છે કે માનસિક રીતે એવી વૃત્તિના છે તેમ ડ્રેગ પાછળ પણ આવા જ પરિબળો કામ કરે છે. આજકાલની ટીવી ચેનલો, ફેશન, જાહેરાતો કે પાશ્ચાત્ય સંસ્કૃતિની નકલને કારણે યુવાન-યુવતીઓ તેઓનું પોતીકું ખમીર, આત્મવિશ્વાસ ગુમાવતા જાય છે.
એક જમાનામાં વીરરસની બોલબાલા હતી. આજે નમાલાને શૃંગારરસમાં આપણી યુવા પેઢી સરકી ગઈ છે.
ભ્રષ્ટાચાર, મોંઘવારી, જાતીય ભેદભાવ કે હિંસાની ચરમસીમાના દોરમાં શૃંગારરસ ટીવી, પાશ્ચાત્ય આક્રમણને કારણે આપણા યુવાનોનું રૃંવાડુયે ફરકતું નથી. દેશદાઝના ગીતની જગાએ મેડોના કે જેક્સનનું ગીત તેઓને ડોલાવી જાય છે. પહેલાના જમાનામાં કોઈ મર્દ કાયર પુરવાર થાય તો મહિલાઓ જ તેને બંગડી આપી મ્હેણું મારતી કે ''લો, આ બંગડી પહેરી લો....'' પણ ડ્રેગનો ક્રેઝ વધતો જશે તો આગામી વર્ષોેમાં મહિલાઓ એટલું જ કહેશે કે અમે પુરુષ સમોવડી બન્યા છીએ તેમ પુરુષ મહિલા સમોવડીયા બની ગયા છે!





No comments:

Post a Comment